ગુજરાતના આ શહેરમાં થશે 15 ઓગસ્ટ રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ, તડામાર તૈયારીઓ શુરૂ, જાણો સંપૂર્ણ વિગત

15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી : ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે.

દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે

ત્યારે ગુજરાતમાં પણ દર વર્ષે 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાસે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યાં મહાનુભાવ ધ્વજ વંદન કરાવશે

15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો -કલેકટરો વિવિધ જિલ્લા મથકે ધ્વજવંદન કરાવશે.

15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી
15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી
15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી
15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી

વિવિધ જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

આ પણ જુઓ:

Hello-Image

WhatsApp પર +92, +84 અથવા +62 નંબરો પરથી કોલ આવે છે, તો તરત જ કરો આ કામ, તેને અવગણવું મુશ્કેલ થઈ શકે છે

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply