Airtel Rs 148 Plan : એરટેલ દ્વારા એક શાનદાર સ્માર્ટ રિચાર્જ પેક રજૂ કરવામાં આવ્યું છે. આ રિચાર્જ પેકમાં યુઝર્સને 15 થી વધુ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મળે છે. જો તમે સ્માર્ટ ટીવી પર વધુ ઓટોટી એપ્સ જોવાનું પસંદ કરો છો, તો આ પેક તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. કારણ કે આ પ્લાનમાં માત્ર 148 રૂપિયામાં 15થી વધુ એપ્સનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે આ એપ્સને ચલાવવા માટે ફ્રી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.
Airtel Rs 148 Plan : એરટેલ રૂ 148 પ્લાન
એરટેલ દ્વારા 150 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. માત્ર 148 રૂપિયાના રિચાર્જ સાથે, તમે 15 થી વધુ OTT એપ્સનો લાભ લઈ શકો છો. આ 15 એપ્સને ચલાવવા માટે માત્ર સબસ્ક્રિપ્શન જ નહીં પરંતુ ફ્રી ડેટાની સુવિધા પણ આપવામાં આવશે. એરટેલનો 148 રૂપિયાનો પ્લાન એક એડ-ઓન પેક છે. આનો અર્થ એ છે કે તમે તમારા નિયમિત રિચાર્જ પ્લાનની સાથે આનો લાભ લઈ શકો છો. 148 રૂપિયાના એડ-ઓન પેકનો ઉપયોગ હાલના પ્લાન સાથે કરી શકાય છે.
એરટેલના 148 રૂપિયાના પ્લાનના ફાયદા
148 રૂપિયાના આ પેકમાં 15 જીબી સુધી ફ્રી ડેટા મળે છે. આ સિવાય યુઝર્સ પ્લાન સાથે ઉપલબ્ધ 15 એપ્સનો 30 દિવસ માટે ફ્રીમાં ઉપયોગ કરી શકે છે. આમાં, Sony Liv, Manoramamax, Airtel Extreme Play, Lionsgate Play, Hoichoi અને Eros Now જેવી 15 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આમાં કોઈ કોલિંગ કે એસએમએસ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા નથી. કોલિંગ અને એસએમએસના ફાયદા માટે, તમારે બીજું રિચાર્જ કરવું પડશે, જેમાં આ સેવાઓ ઉપલબ્ધ હશે.
આ પણ જુઓ :
