Ambalal Patel Agahi: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાનું આગમન ? અંબાલાલે કરી મોટી આગાહી

Ambalal Patel Agahi: ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશન બન્યા બાદ પણ તેની અસર દેશમાં વિવિધ જગ્યાઓ પર થશે અને તે ગુજરાતમાં પણ ચોમાસા જેવો ફરી વરસાદ લઈને આવશે તેવી આગાહી કરી છે. તારીખ 25 જૂન થી 30 જૂન દરમિયાન ગુજરાતના લગભગ તમામ ભાગોમાં વરસાદ થવાની સંભાવના ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જૂનના અંતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની અને નદી નાળા છલકાય તેવા વરસાદની આગાહી કરી છે.

આ પણ જુઓ: Ambalal Patel: કોણ છે આગાહીવાળા અંબાલાલ પટેલ? બહુ ઓછા લોકો જાણે છે, 2003 માં મળ્યો હતો UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ

પૂર્વના ભાગે 1 જૂને ચોમાસું બેઠા પછી સામાન્ય રીતે 10 દિવસ પછી તે મુંબઈમાં અને 15 દિવસની આસપાસ ગુજરાત આવી પહોંચતું હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે કેરળમાં 8 દિવસ મોડું એટલે કે 8 જૂન પછી ચોમાસું પહોંચ્યું અને તે પછી દક્ષિણ ભારતમાં જાણે સિસ્ટમ ચોંટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે અંબાલાલ કાકા કહ્યું કે, ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાઈ ગયું છે અને ત્યાંથી આગળ વધી શકતું નથી. જોકે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ વખતનો વરસાદ કંઈક નવી જાતનો હશે. તેમણે બિપોરજોય વાવાઝોડાની અસરો સતત થતી રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ જુઓ: Aadhar Pan Card Link : શું પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા 30 જૂન પછી લંબાવવામાં આવશે?

હવામાન અને આગાહી કરવામાં નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જૂનના અંતિમ અઠવાડિયા માં વરસાદ તૂટી પડવાની આગાહી વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. વધુમાં તેમણે ઓગસ્ટ મહિના અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને હળવો વરસાદ થશે. 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછળનો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળી શકે છે.

આ પણ જુઓ: e-shram Card Yojana : હવે સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આપી રહી છે લાખો રૂપિયા , જો તમારી પાસે આધાર કાર્ડ છે તો કરો અરજી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply