AMC નો મોટો નિર્ણય, રખડતા ઢોરની નવી પોલિસીને આપી મંજૂરી

AMC : રખડતા ઢોરને પકડવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ છે. ત્યારે બેઠકમાં રખડતા ઢોર અંગેની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ‘માલિકીની જગ્યા હોય તો જ ઢોર રાખી શકાશે. રખડતાં ઢોર 50 કિલોમીટરના એરિયામાં જો ખેડૂત હશે તો મફતમાં રખેવાળી માટે ઢોર આપવામાં આવશે.’

ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ

ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ પ્રમાણે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમજ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી પોલિસી બનાવવામાં આવી છે. રોડ, જાહેરસ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે.

આ પણ જુઓ : તલાટીની જેમ GSSSB ની આ 5 પરીક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જોઈ લો લીસ્ટ

નવી પોલિસીમાં શું જોગવાઈ કરવામાં આવી?

  • ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યા
  • ઢોર રાખવા લાયસન્સ/પરમીટ પ્રથા દાખલ કરવી
  • પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી
  • દંડ/ચાર્જમાં સૂચિત વધારો
  • ઢોર માલિક તથા ઢોર નોંધણી
  • RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી
  • જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી
  • ઢોર માલિકો દ્વારા નહીં છોડાવેલા પશુઓને શહેર બહાર પાંજરાપોળમાં મોકલવા
  • ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂપિયા 4000 ચૂકવવા
  • દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા
  • કેટલ પોન્ડ/ટેમ્પરરી કેટલ શેડ બનાવવા
  • એનિમલ હોસ્ટેલ બનાવવી

કઈ-કઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

પશુમાલિકે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેમણે પરમીટ લેવાની રહેશે. પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે. ત્રણ વર્ષ માટેના લાયસન્સની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પરમીટની ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નુકસાન થાય તો નુકસાની દાવાની કાર્યવાહી કરી શકાશે. પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી દેવી પડશે. જો એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ ફટકારવામાં આવશે. જો ઢોર ત્રણ વખતથી વધુ વખત પકડાશે તો ઢોર પાછું નહીં મળે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply