CBSE exam date 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધો. 10 અને ધો.12 ની પરીક્ષાની તારીખો જાહેર (CBSE Classes 10 and 12 Board Exams 2024 Dates is OUT)કરી છે. સીબીએસઈ પરીક્ષાની 2024ની પરીક્ષાનું ટાઈમટેબલ PDf માં સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in પર ડાઉનલોડ કરી શકાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2023-24 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. CBSE બોર્ડ પરીક્ષા 2024ના સમયપત્રક અનુસાર, બોર્ડ 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2024 વચ્ચે હાઈસ્કૂલ (વર્ગ 10) અને ઈન્ટરમીડિયેટ (વર્ગ 12) પરીક્ષાઓનું આયોજન કરશે.
બોર્ડ હાલમાં સીબીએસઈ ધો. 10 અને ધો. 12ની પૂરક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષાઓ આગામી તા. 17 જુલાઈથી શરૂ થવાની છે. ધો.12ની પૂરક પરીક્ષા 17 જુલાઈએ શરૂ થશે.ધો. 10ની પૂરક પરીક્ષા 22 જુલાઈ સુધીમાં પૂરી થશે.
ક્યારે જાહેર થશે ડેટશીટ?
સીબીએસઈના ધો. 10 અને ધો.12ની તારીખ ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન રહેશે. જ્યારે ધોરણ 10 અને 12ની ડેટશીટ ડિસેમ્બર 2024માં જાહેર કરવામાં આવશે. ધોરણ 12ની ડેટશીટ આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ માટે સમાન રહેશે.
રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું?
આ માટે પહેલા સીબીએસઈની વેબસાઇટ cbse.gov.in.પર જાવ. હવે ત્યાં Latest@CBSE સેકશનને શોધો. ત્યાં ‘CBSE Class XII Registration for Private Candidates’ લિંક પર ક્લિક કરો. હવે તમારે લોગિન માટે તમારી જાણકારી નાખવાની રહેશે. આ માટે તમારી સ્ક્રીન પર સીબીએસઈ ધોરણ 12નું રજિસ્ટ્રેશન ફોર્મ આવશે. જેમાં તમામ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યારબાદ તમારી પરીક્ષા ફી ભરવાની રહેશે. હવે ભવિષ્યના ઉપયોગ માટે પેજની કોપી કાઢી લો.
આ પણ જુઓ : RBIનો મોટું નિવેદન : શું 500 રૂપિયાની નોટ થશે બંધ? જાણો આ સમાચાર
અહીં ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ 17 જુલાઈથી યોજાનારી બોર્ડની પૂરક પરીક્ષાઓ માટે તાજેતરમાં જ એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. પૂરક પરીક્ષાઓ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડને તેમની શાળાઓ દ્વારા અથવા જાતે જ ડાઉનલોડ કરી શકે છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ શાળાઓના LOC પોર્ટલ પર મળી જશે.