Chandrayaan-3: ચંદ્રયાન-3એ મોકલ્યો ચંદ્રનો પહેલો વીડિયો, શું તમે આ અદભુત નજારો જોયો?

Chandrayaan-3 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રની પ્રથમ તસવીરો જાહેર કરી છે. ચંદ્રયાન-3 એ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેણે ચંદ્રનો વીડિયો બનાવ્યો છે. ચંદ્રયાને અવકાશમાંથી તેનો પહેલો વિડિયો મોકલ્યો છે, જેમાં આશ્ચર્યજનક દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદ્રયાન-3 કેવી રીતે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી રહ્યું છે અને ચંદ્ર પર કેટલા નાના-મોટા ખાડાઓ દેખાય છે.

મિશનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે 5 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા ચંદ્રયાન-3એ ચંદ્રનો નજારો જોયો છે. ISROનું ચંદ્ર પરનું મિશન અત્યાર સુધી સારી રીતે ચાલી રહ્યું છે અને ISROએ આશા વ્યક્ત કરી છે કે વિક્રમ લેન્ડર આ મહિનાના અંત સુધીમાં 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

Chandrayaan-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા માટે 22 દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતનું ત્રીજું માનવરહિત ચંદ્ર મિશન ચંદ્રયાન-3 શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું.

Chandrayaan-3

ચંદ્રની ફરતે લંબગોળ ભ્રમણકક્ષામાં ફરતું ચંદ્રયાન-3

ISROએ 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યું હતું. હવે ચંદ્રયાન-3 ચંદ્રની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં 1900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાનમાંથી લેવામાં આવેલ ચંદ્રનો વીડિયો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમાં કેવી રીતે ખાડાઓ દેખાઈ રહ્યા છે અને આગળ વધતા આ ખાડાઓ વધી રહ્યા છે.

તેની ભ્રમણકક્ષા 9 ઓગસ્ટના બપોરે લગભગ પોણા બે વાગ્યે 4 થી 5 હજાર કિલોમીટરની ભ્રમણકક્ષામાં બદલાશે.

આ પણ જુઓ :

Hello-Image

Ola S1 air Scooter : 10,000 ની છૂટ સાથે નવું Ola s1 સ્કૂટર આવ્યું,આ રીતે મેળવો ઓફરનો લાભ

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply