ઈન્ડિયાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 એ મોકલ્યા લેન્ડિંગના ફોટા

ચંદ્રયાન-3 – ભારતનું ત્રીજું ચંદ્ર મિશન હતું. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન લેન્ડ કરનાર પ્રથમ દેશ અને ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો. 

વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ લેવામાં આવેલી આ પ્રથમ તસવીર છે. લેન્ડરથી લીધેલા આ ફોટામાં તેનો પડછાયો દેખાય છે. આ સિવાય ચંદ્રની સપાટીની વધુ 4 તસવીરો લેવામાં આવી છે.

ચંદ્રયાન-3
ચંદ્રયાન-3
  1. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ, PMએ કહ્યું- હવે ચંદા મામા દૂર નથી

ચંદ્રયાન-3નું લેન્ડર સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. જે બાદ ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ના લેન્ડરે સંદેશો મોકલ્યો – હું મારા લક્ષ્યસ્થાન પર પહોંચી ગયો છું અને ભારત પણ. ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે આગામી 14 દિવસને આ મિશન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના દેશવાસીઓને અભિનંદન આપતાં પીએમ મોદીએ કહ્યું- હવે ચંદા મામા દૂર નથી.

કેમ ચંદ્રયાન-3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવ્યું?

ચંદ્રના ધ્રુવીય પ્રદેશો અન્ય પ્રદેશો કરતા ઘણા અલગ છે. અહીં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને તાપમાન -200 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે બરફના રૂપમાં હજુ પણ પાણી હાજર હોઈ શકે છે. 2008ના ચંદ્રયાન-1 મિશનએ ચંદ્રની સપાટી પર પાણીની હાજરી દર્શાવી હતી.

આ પણ જુઓ:

Hello-Image

Chandrayaan-3 ચંદ્ર પર ભારત, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક પૂર્ણ

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply