Gadar 2 Review: ગદર-2નો પ્રથમ રિવ્યૂ, ભારતીય સેનાના વીર જવાનોને કેવી લાગી ફિલ્મ?

Gadar 2 Review: બોલીવુડ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની આઇકોનિક ફિલ્મ ‘ગદર-2’ આજે એટલે કે 11 ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની પૂર્વ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના મેકર્સે આજે ભારતીય સેનાના જવાનો માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખી હતી. મંગળવારે દિલ્લીમાં યોજાયેલા આ સ્ક્રીનીંગમાં દેશના જવાનોએ તેમના પરિવાર સાથે ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ સેનાના જવાનોએ સની દેઓલ અને અમીષા પટેલના અભિનયના ભરપેટ વખાણ કર્યાં હતાં.

મીડિયા અહેવાલો અનુસાર દેશપ્રેમથી ભરેલી ‘ગદર-2’ (Gadar 2)ની કથાએ જવાનોને ભાવુક કરી દીધા હતા. તેમની તાળીઓના ગડગડાટથી આખો સિનેમાહોલ ગુંજી ઉઠ્યો હતો. કેટલાક જવાનોને તો ગદરના પહેલા ભાગ કરતાં પણ ‘ગદર-2’ની કથા વધુ સુંદર લાગી હતી. ફિલ્મ જોતા સમયે તમામ જવાનો હિંદુસ્તાન ઝીંદાબાદના નારા લગાવી રહ્યા હતા. ફિલ્મને દેશના જવાનો તરફથી મળેલા પોઝિટીવ રિસ્પોન્સને જોતા ફિલ્મમેકર્સ પણ ઘણાં ખુશ થયા હતા.

ફિલ્મ ‘ગદર-2’ના મેકર્સ દેશભરમાં કલાકારોને સાથે લઇ તેનું પ્રમોશન કરી રહ્યાં છે. હાલમાં જ તેઓ આખી ટીમને લઇને ગાઝિયાબાદમાં પ્રમોશન માટે ગયાં હતા. જ્યાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સની દેઓલે જણાવ્યું હતું કે જો ગદર-2 બોક્સ ઓફિસ પર સફળ રહી તો ગદર-3 બનાવવાનું પણ તેઓ આયોજન કરી શકે છે. જો કે ગદર-2 સાથે આજે અક્ષયકુમારની OMG-2 પણ રિલીઝ થઇ ગઇ છે. જે અક્ષય-પરેશ રાવલની ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. જોઇએ આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ સફળ થાય છે.

આ પણ જુઓ:

Hello-Image

Nokia એ ભારતમાં લોન્ચ કર્યા બે મોબાઈલ, કિંમત છે બે હજાર રૂપિયાથી પણ ઓછી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply