Gas Cylinder Price : છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. તે જ વર્ષે, માર્ચમાં જ્યાં ભાવમાં ઉછાળો નોંધાયો હતો. તે જ સમયે, મે મહિનામાં તેમની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
ગેસ એજન્સી દ્વારા આજે 19 કિલો વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 7 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે ધરેલું રાંધણ ગેસના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવો ભાવ રૂ. 1780 થઇ ગયો છે.
આ પણ જુઓ : Jio Bharat V2 : 999માં Jio નો સૌથી સસ્તો 4G ફોન,સાથે બધુજ ફ્રી
ગેસ એજન્સીઓ દ્વારા ગત 1 જુનના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવ રૂ. 1773 હતા. દરમિયાન એક મહિના બાદ આજે સવારે ગેસ એજન્સીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 1780 થઇ ગયો છે. ધરેલું રાંધણ ગેસના ભાવમાં કોઇ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સીએનજી કે પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરાયો નથી.