GSSSB sammati Patrak|તલાટીની જેમ GSSSB ની આ 5 પરીક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જોઈ લો લીસ્ટ

GSSSB sammati Patrak 2023 | Talati ની જેમ ગૌણ સેવાની આ 5 પરીક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જોઈ લો લીસ્ટ

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની 5 પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાના રહેશે. ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી વિવિધ પાંચ પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અગાઉ તલાટીની પરીક્ષાની જેમ રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. આ સંમતિપત્ર બોર્ડની વેબસાઇટ gsssb.gujarat.gov.in પર ઓનલાઇન ભરી શકાશે.

આ પણ જુઓ : પ્રધાનમંત્રી રોજગાર મેળો : 70 હજાર યુવાનોને મળશે રોજગારી, જાણો કઈ રીતે કરવી અરજી

GSSSB વિવિધ પોસ્ટ્સ સંમતિ પત્ર 2023 :

  • જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (જાહેરાત નંબર 205/202223)
  • મ્યુનિસિપલ એન્જિનિયર (જાહેરાત નં. 206/202223)
  • ટ્રેસર (જાહેરાત નં. 208/202223)
  • કાર્ય સહાયક (જાહેરાત નં. 209/202223)
  • મદદનીશ ગ્રંથપાલ (જાહેરાત નં. 211/202223)
સંમતિ ફોર્મ: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો

મહત્વનું છે કે, ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટે યોજાનાર છે, ત્યારે પરીક્ષાર્થીઓના ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન અને સરકારી નાણાનો ખોટો વ્યય ના થાય તે માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply