GSSSB VMC Junior Clerk : જૂનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર, આ દિવસે લેવાશે પરીક્ષા

GSSSB VMC Junior Clerk Exam Date : વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 8 ઓક્ટોબર 2023 ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષાને લઈ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધનગર (GSSSB) દ્વારા જ કરવામાં આવ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.08/10/2023ને રવિવારના રોજ આયોજન કરાયું છે1. મંડળે એમ પણ જણાવ્યું છે કે, અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે અને ઉમેદવારો પોતાનો કોલ લેટર Ojas Gujarat વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

વડોદરા મહાનગર પાલિકાની જૂનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં 552 બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. કુલ 1 લાખ 8 હજાર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડીયાદમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાનો સમય બે કલાકનું રહેશે તેમજ 200 માર્ક્સ નું OMR પદ્ધતિથી પેપર લેવાશે.

મહત્વપૂર્ણ લિંક

પરીક્ષાની જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

આ પણ જુઓ –

Hello-Image

Sarkari Naukriની તૈયારી કરતા યુવાનો માટે આનંદના સમાચાર, 3077 તલાટીની કરાશે ભરતી

  1. ↩︎
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply