Gujarat Police Bharti News 2023 : ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતીઓ કરવામાં આવનાર છે મળતી જાણકારી પ્રમાણે ગુજરાતમાં ચાલુ વર્ષે પોલીસ મેળામાં 12,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી નું એલાન કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ 1000 એસઆરપી 600 જેલ સહાયક અને બાકીની જગ્યાઓમાં પોલીસ ખાતામાં ભરતી કરાશે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો દરમિયાન કરાય પોલીસ એકેડમીમાં એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ત્યારે હવે ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના વાત કરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
Gujarat Police Bharti News 2023
Gujarat Police Recruitment 2023: પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ભારતીને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીની શારીરિક કસોટી (Physical Test) લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. શારીરિક કસોટી બાદ સપ્ટેમ્બર મહિના પછી ભરતીનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
આ પણ જુઓ :

GSRTC માં ડ્રાઈવર – કંડકટરની 7404 જગ્યાઓ પર બમ્પર ભરતી, OJAS Gujarat પર કરો ઓનલાઈન અરજી