સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર:ગુજરાત મહેસુલ વિભાગમાં ૬૦૦૦ પદો પર ભરતી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ના પદો ઉપર 6000 ની ભરતી કરવામાં આવશે.
ગ્રુપ એ (Group A)મા ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્કનો સમાવેશ છે.
હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે. તેમણે જણાવ્યું કે, 18 મેએ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લાસ 3 માટે પરીક્ષા લે છે. એમાં ગ્રુપ બનાવવામાં આવ્યા છે ગ્રુપ છ અને ગ્રુપ બી આ પ્રમાણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.