🇮🇳 Har ghar Tiranga : ઘરે બેઠા મેળવો રાષ્ટ્રધ્વજ, આ રીતે ઓનલાઈન કરાવો બુક, ટપાલી આપી જશે ઘરે

Har Ghar Tiranga : ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા સરકાર એક ખાસ સુવિધા આપી રહી છે. તમે ઘરે બેઠા ઓનલાઈન તિરંગો મંગાવી શકો છો. તેના માટે ઓનલાઈન આ રીતે બુકિંગ કરવાનું રહેશે.

સરકાર 13થી 15 ઓગસ્ટની વચ્ચે હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહી છે. તેના હેઠળ ઈ-પોસ્ટઓફિસ સુવિધાના માધ્યામથી પણ રાષ્ટ્રીય ધ્વજ ખરીદી શકાશે. તેના માટે ઓનલાઈન બુકિંગ કરી શકાશે. તેમાં ડિલિવરી માટે કોઈ ચાર્જ આપવાનો નહીં રહે.

Har Ghar Tiranga : ઓનલાઈન ઓર્ડર કરી શકાશે રાષ્ટ્રીય ધ્વજ

ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જવાનું રહેશે. epostoffice.gov.in પર જઈને હર ઘર તિરંગા અભિયાન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે જેટલા રાષ્ટ્ર ધ્વજ ખરીદવા હોય તેટલા સિલેક્ટ કરવાના રહેશે. વધારેમાં વધારે તમે 5 રાષ્ટ્ર ધ્વજ જ ખરીદી શકો છો.

ત્યાર બાદ તમારે ‘Buy Now’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર નાખો. મોબાઈલ પર એક ઓટીપી આવશે જેની મદદથી તમે લોગ ઈન કરી શકો છો. પેમેન્ટ તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે. તમને રાષ્ટ્ર ધ્વજ ઘરે આપી જશે.

આ પણ જુઓ :

Hello-Image

Tiranga Photo Frame 2023 : તિરંગા ફોટો ફ્રેમ 2023, તિરંગામા બનાવો તમારો ડિપી

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply