Jio Laptop : જીઓએ લોન્ચ કર્યું સૌથી સસ્તું લેપટોપ! ઓછી કિંમતમાં મળશે ધમાકેદાર ફીચર્સ

Jio Laptop : રિલાયન્સ જિયો (Reliance Jio) ભારતમાં એક નવું JioBook લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લેપટોપ 31 જુલાઈના રોજ અમેઝોન પર લોન્ચ કરવામાં આવશે. આ JioBook નું લેટેસ્ટ વર્ઝન હોઈ શકે છે અથવા તો રિલાયન્સ જૂનાને પણ અમેઝોનના માધ્યમથી વેચવાની યોજના બનાવી રહ્યું છે. 2022 માં JioBook લેપટોપ ફક્ત રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. એક પ્રખ્યાત ઈ-કોમર્સ વેબસાઈટે JioBook Laptop ની મહત્વના ફીચર્સ અને વિશેષતાઓનો પણ ખુલાસો કર્યો છે.

Jio Laptop : JioBook 2023 ફીચર્સ

આ લેપટોપ વાદળી રંગમાં ઉપલબ્ધ થશે અને કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટર સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ લેપટોપ તમામ ઉમરના ઉત્પાદકતા, મનોરંજન અને ખેલ માટે ડિઝાઈન કરાયું છે. જેમાં 4જી કનેક્ટિવિટી અને એક ઓક્ટા-કોર પ્રોસેસર માટે સપોર્ટ છે. જેના વિશે કંપનીનું કહેવું છે કે આ હાઈ ડેફિનેશન વીડિયોની સ્ટ્રિમિંગ, એપ્લિકેશન વચ્ચે મલ્ટીટાસ્કિંગ, વિભિન્ન સોફ્ટવેર અને ઘણું બધુ કામ શકે છે.

જિયો લેપટોપની ડિઝાઈન ખુબ હળવી છે, અને તેનું વજન લગભગ 990 ગ્રામ છે. અમેઝોનના જણાવ્યાં મુજબ આ લેપટોપ યૂઝર્સને આખા દિવસની બેટરી બેકઅપ આપી શકે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં તેના વિશે આટલી જાણકારી ઉપલબ્ધ છે અને કદાચ 31 જુલાઈના રોજ તેના લોન્ચ સમયે વધુ માહિતી સામે આવશે.

વધુમાં જણાવવાનું કે 2022 જિયોબુક એક બજેટ લેપટોપ છે જે પાયાના હેતુઓ માટે ડિઝાઈન કરાયું છે. જેમ કે બ્રાઉઝિંગ, શિક્ષણ, અને અન્ય ચીજો. તે 11.6 ઈંચના એચડી ડિસ્પ્લે સાથે આવે છે. 2જીબી રેમ, 32GB eMMC સ્ટોરેજ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 SoC દ્વારા સંચાલિત છે. તે JioOS પર ચાલે છે, જે એક કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સુચારુ પ્રદર્શન માટે સારી રીતે અનુકૂલિત છે.

Jio Laptop : JioBook 2023 વિશે ખાસ વાતો

  • જિયોબુકમાં 5,000mAh ની બેટરી છે જે એકવાર ચાર્જ કરવા પર 8 કલાક સુધી ચાલી શકે છે. 
  • તેમાં પેસિવ કુલિંગ સપોર્ટ છે જે તેને ગરમ થતા રોકે છે. 
  • તે 3.5mm ઓડિયો જેક, બ્લુટુથ 5.0, એચડીએમઆઈ મિની, વાયફાય અને અન્ય કનેક્ટિવિટી વિકલ્પોથી લેસ છે. 
  • આ એક એમ્બેડેડ જિયો સિમ કાર્ડ સાથે આવે છે જે લોકોને Jio 4G LTE કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે મંજૂરી આપે છે. 
  • તે ભારતમાં 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. 

આ પણ જુઓ –

Hello-Image

Jio VIP Number : 9999 અથવા 0007 Jio તમારી પસંદગીનો VIP મોબાઈલ નંબર આપી રહ્યું છે, માત્ર એક મિનિટમાં ઓર્ડર કરો.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply