Gujarat Kheti Bank Bharti 2023 : ખેતી બેંક ભરતી 2023 : ધી ગુજરાત સ્ટેટ કો ઓપ્રેટિવ એગ્રિકલચર એન્ડ રૂલર બેંક ની હેડ ઓફિસ, જિલ્લા કચેરી તથા જિલ્લાઓની શાખાઓ માટે હંગામી જરૂરિયાત પૂરી કરવા માટે 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ પગાર થી ભરતી થવા ઈચ્છુક ધોરણ 10 અને 12 ઉમેદવાર મિત્રો અરજી કરી શક્શે. ધોરણ 10 અને 12 પાસ ઉપર ખેતી બેંકમાં ગુજરાતના ટોટલ 17 જિલ્લામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી ને લગતી તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
સત્તાવાર નોટીફિકેસન મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા નીચે મુજબની પોસ્ટ ઊપર 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે.
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
ટોટલ ખાલી જગ્યાઓ:
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં ટોટલ 163 જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે :
પોસ્ટ
કુલ જગાઓ
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
78
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)
72
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
13
Gujarat Kheti Bank Bharti 2023
લાયકાત :
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
ગ્રેજયુએટ + CCC પાસ + 2 વર્ષનો અનુભવ
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)
12 પાસ + કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
10 પાસ + ફોર વ્હીલર લાયસન્સ (પાંચ વર્ષ જૂનું)
પગાર ધોરણ :
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
માસિક રૂપિયા 15,000
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન)
માસિક રૂપિયા 13,000
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
માસિક રૂપિયા 14,000
પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારની પસંદગી ઓફ્લાઈન ઇન્ટરવ્યૂ બાદ નિયત કરેલ તારીખે કરવામાં આવશે. જેમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે જેમ કે પરીક્ષા. ઉમેદવારો અરજી કરવામાં માટે ખેતી બેંકની સત્તાવાર વેબસાઇટ https://khetibank.org પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.
ખેતી બેંક ભરતી માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ.
તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ફોર્મમાં તમારી દરેક માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો જેમ કે ફોટો, સહી વગેરે..
હવે ભરવામાં આવેલ ફોર્મ સબમિટ કરી લો અને ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.