Patadi Nagarpalika Bharti : પાટડી નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Patadi Nagarpalika Bharti સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતીની નોટિફિકેશન 1 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 3 ઓગસ્ટ 2023 છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી જેવી મે નોકરીની માહિતી, લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યો છે.

Patadi Nagarpalika Clerk Bharti 2023

સંસ્થા પાટડી નગરપાલિકા
પોસ્ટનું નામ ક્લાર્ક, ઓડિટર વગેરે
કુલ જગ્યાઓ 17 જગ્યાઓ
નોટીફિકેશન 1 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ 3 ઓગસ્ટ 2023
શ્રેણીસરકારી નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ www.patdimunicipality.org

આ પણ જુઓ : Junior Clerk Bharti: ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા લેબોટરી આસિસ્ટન્ટની ભરતી, 20 હજાર છે પગાર

નોકરીની વિગતો:

પોસ્ટનું નામકુલ જગ્યા
ક્લાર્ક4
ઓડિટર1
મુકાદમ1
સફાઈ કામદાર10
ટાઉન પ્લાનર1

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
ક્લાર્ક19,900 થી 63,200
ઓડિટર25,500 થી 81,100
મુકાદમ15,000 થી 47,600
સફાઈ કામદાર14,800 થી 47,100
ટાઉન પ્લાનર39,900 થી 1,26,600

લાયકાત

લાયકાતની વાત કરીએ તો તે તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. જેમકે, ક્લાર્કની પોસ્ટ માટે ઉમેદવાર સ્નાતક હોવો જોઇએ અને એની પાસે CCC નું સર્ટિફીકેટ પણ હોવું જોઇએ.

ઓડિટર – ઉમેદવારે બી.કોમ કરેલું હોવું જોઇએ અને CCC નું સર્ટિફીકેટ

મુકાદમ – ઓછામાં ઓછું ધોરણ 7 પાસ હોવું જોઇએ

સફાઈ કામદાર – ફક્ત લખતા વાંચતા આવડતું હોવું જોઇએ

ટાઉન પ્લાનર – સિવિલ એન્જિનીયરીંગ કરેલું હોવું જોઇએ અને સાથે CCC નું સર્ટિફીકેટ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી પહેલા પરીક્ષા અને ત્યાર બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં ક્લાર્કની 04, ઓડિટરની 01, મુકાદમની 01, સફાઈ કામદારની 10 તથા ટાઉન પ્લાનરની 01 જગ્યા ખાલી છે.

આ રીતે કરો અરજી

  • પાટડી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/ પર જાઓ
  • “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તા. દસાડા – 382765, જી. સુરેન્દ્રનગર છે. હેલ્પલાઇન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવાનું ફોર્મ ડાઉલોડ કરો

સત્તાવાર જાહેરાતભરતી અંગેની જાહેરાત
અરજી ફોર્મભરતી અંગેનો અરજીનો નમુનો
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply