Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ, અહીંયા પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું

દેPetrol-Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો અપડેટ કરવામાં આવ્યા છે. ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તે જ સમયે, કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં એક લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.74 રૂપિયા અને ડીઝલની કિંમત 94.33 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ જુઓ: આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, જોવો કયા જિલ્લામાં પડશે “મેઘો”

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક લિટર પેટ્રોલ 46 પૈસા વધીને 97.01 રૂપિયા અને ડીઝલ 45 પૈસા વધીને 90.19 રૂપિયા પ્રતિ લિટર થયું છે. નોઈડામાં પેટ્રોલ 15 પૈસા સસ્તું 96.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.94 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ 96.58 રૂપિયા અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. 

રાજસ્થાનના જેસલમેરમાં પેટ્રોલની કિંમત 9 પૈસા વધીને 110.83 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.86 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. બિહારની વાત કરીએ તો પટનામાં એક લિટર પેટ્રોલની કિંમત 24 પૈસા સસ્તું 107.24 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 22 પૈસા સસ્તું 94.04 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પણ જુઓ: Optical Illusion: શું તમે આ અવ્યવસ્થિત રૂમમાં 5 સેકન્ડમાં છુપાયેલ ફોન શોધી શકો છો?

તમારા શહેરમાં ડીઝલ પેટ્રોલના દરો અહીં તપાસો

ભારતના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરો જાણવા માટે SMSની સુવિધા આપવામાં આવી છે. તેલ કંપનીઓ દરરોજ આ દર અપડેટ કરે છે, જેને તમે SMS દ્વારા જાણી શકો છો. HPCL ગ્રાહકો નવીનતમ દરો જાણવા માટે 9222201122 પર HPPRICE <ડીલર કોડ> SMS મોકલી શકે છે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો, તો તમારે 9224992249 નંબર પર RSP<ડીલર કોડ> લખીને મેસેજ મોકલવો પડશે. બીજી તરફ, નવી કિંમત ચકાસવા માટે, BPCLના ગ્રાહકોએ 9223112222 નંબર પર <ડીલર કોડ> મોકલવો પડશે.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply