RBI Recruitment 2023 : RBIમાં જુનિયર એન્જિનિયરની ભરતી, મળશે 49 હજાર પગાર, આ તારીખ સુધી કરો અરજી

RBI Recruitment 2023 : ભારતીય રિઝર્વ બેંકમાં જુનિયર એન્જિનિયર બનવાની તક છે. RBI એ જુનિયર ઈજનેર (સિવિલ/ઈલેક્ટ્રિકલ) ની 35 જગ્યાઓની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. અરજી RBIની વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. આરબીઆઈમાં એન્જિનિયર બનવા માટે, ઉમેદવારોએ એન્જિનિયરિંગની સંબંધિત શાખામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે.

પાત્રતા સંબંધિત વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં ઉપલબ્ધ છે. જેની લિંક નીચે આપવામાં આવી છે. RBIમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે પસંદગી લેખિત પરીક્ષામાં મેરીટ ના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા આયોજિત કરવાની કામચલાઉ તારીખ 15 જુલાઈ 2023 છે.

આ RBI ભરતી અભિયાનમાં કુલ 35 જગ્યાઓ ભરવાની છે, જેમાંથી 29 જગ્યાઓ જુનિયર એન્જિનિયર (સિવિલ) અને 6 જગ્યાઓ જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) માટે છે. વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)29
જુનિયર ઇજનેર (ઇલેક્ટ્રિકલ)06
સૂચના વિગતો
સંસ્થાનું નામભારતીય રિઝર્વ બેંક (RBI)
ભરતી પરીક્ષાનું નામRBI જુનિયર એન્જિનિયર (JE) ભરતી 2023
પોસ્ટ સૂચનાજુનિયર એન્જિનિયર (JE)
ભરતીનો પ્રકારનિયમિત
ભરતી શ્રેણીએન્જિનિયરિંગ નોકરીઓ

આરબીઆઈમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટેની પાત્રતા

સંબંધિત શાખામાં એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં ઓછા 65% (SC/ST/PWD-55%) સાથે પાસ કરેલ હોવો જોઈએ. અથવા ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી (SC/ST/PWD-45%) મેળવેલ હોવી જોઈએ.

RBI Recruitment: જુનિયર ઈજનેર પસંદગી પ્રક્રિયા

જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ભાષા પ્રાવીણ્ય પરીક્ષણ (LPT) પર આધારિત હશે. ઓનલાઈન પરીક્ષા 300 ગુણની હશે. 15 જુલાઇના રોજ યોજાશે.

RBI Recruitment: જુનિયર એન્જિનિયર પગાર અને ભથ્થાં

મૂળભૂત પગાર – 21,400/-ઇન્ક્રીમેન્ટ (એડવાન્સ ઇન્ક્રીમેન્ટ) -.13150 – 750(3) -15400 – 900(4) – 19000 – 1200(6) – 26200 – 1300(2) – 28800 -1340 (340) -340 1750(1) –34990 (20 વર્ષ)

ભથ્થું- મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, શહેર વળતર ભથ્થું, મુસાફરી ભથ્થું વગેરે મળવાપાત્ર.

હાથમાં પગાર – રૂ 49026/- પ્રતિ માસ

મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની શરૂઆત 09/06/2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 30/06/2023
ફી ભરવાની અંત્તિમ તારીખ 30/06/2023

મહત્વપૂર્ણ લિંક

સૂચના તપાસવા માટે સીધી લિંકઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે સીધી લિંકઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply