Sikshak Bharti Gujarat : ગુજરાતમાં 25,000થી વધુ શિક્ષકોની ભરતી થશે, શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત

Sikshak Bharti Gujarat (25000+ Teacher Recruitment) : શું તમે શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાતમાં ટુંક સમયમાં 25 હજાર કરતાં વધુ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે અનેક મહત્ત્વની વાતો જણાવી છે. તેમણે કહ્યુ છે કે, રાજ્યમાં એક પણ સરકારી શાળા સરકાર બંધ નથી કરવાની. આઠ અને દસ વિદ્યાર્થીઓ હશે તો પણ એ શાળા ચલાવવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર 25,000 નવા શિક્ષકોની ભરતી કરશે. રાજ્યની સરકારી શાળાઓમાં 16000 નવા ઓરડાઓ બનાવવામાં આવશે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને એક ગામથી બીજે ગામ અભ્યાસ માટે જવું હશે તેઓ સરકાર ગાડીની વ્યવસ્થાઓ પણ કરી આપશે.

આ પણ જુઓ –

રાજ્યમાં સરકારી શાળા બંધ કરવા અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે, સરકારી શાળા બંધ કરવા માટે સરકારે એકપણ પગલું ભર્યું નથી. એકપણ સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય નથી લેવાના. જે ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8થી 10ની છે તેમને જો બાજુના ગામમાં 5 કે 10 કિમી દૂર જવું હોય તો તેમાં પણ એક યોજના છે કે, તેને મારૂતિવાન કે વાહનની સુવિધા પણ તેને આપવા અમે તૈયાર છીએ તેવું મહત્વની જાણકારી તેમને આપી હતી.

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply