Tadpatri Sahay Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મુકી છે. જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજના વગેરે.
આ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ikhedut portal ઓનલાઈન પર અરજી કરવાની સુવિધા છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Application થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજના એટલે કે “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરવાના છીએ. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે? કેવી રીતે સહાય મળે તથા Tadpatri Sahay Yojana 2023 નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. તો આ લેખને અંત સુધી વાંચવાનો પ્રયત્ન કરજો.
Tadpatri Sahay Yojana 2023
ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે.
યોજનાનું નામ | Tadpatri Sahay Yojana 2023 |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજના 2023
iKhedut પોર્ટલ પર કૃષિ સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત તાડપત્રી સહાય યોજના માટે 06 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
તાડપત્રી સહાય યોજના 2023 જરૂરી દસ્તાવેજોની સૂચિ
આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
2. 7-12 ઉતારાની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
તાડપત્રી સહાય યોજના 2023 અરજી કરવાની રીત?
સૌ પ્રથમ Google ખોલો અને “ikhedut” ટાઈપ કરો.
iKhedut https://ikhedut.gujarat.gov.in/ ની અધિકૃત વેબસાઈટ ખોલો.
આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા પછી “યોજનાઓ” પર ક્લિક કરો. નીચે દર્શાવ્યા મુજબ

યોજના પર ક્લિક કર્યા પછી તમને વિવિધ ઘટકો દેખાશે, જેમાં તમારે ખેતી યોજના પસંદ કરવાની રહેશે.

ત્યારબાદ “તાડપત્રી” પર ક્લિક કરી આગળ વધો.

ત્યારબાદ સંપુર્ણ વિગતો વાંચી “અરજી કરો” પર ક્લિક કરી આગળ વધો.

શું તમે નોંધાયેલા અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો હા અને ના હોય તો ના કરવાનું રહેશે.
જો ખેડૂત નોંધાયેલ હોય, તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી, તેણે કેપ્ચા ઈમેજ દાખલ કરીને અરજી કરવાની રહેશે.
જો લાભાર્થીએ i-khedut પર નોંધણી કરાવી ન હોય તો તેણે ‘ના’ પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંપૂર્ણ માહિતી ભર્યા પછી, ખેડૂતે સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
વિગતોને સારી રીતે તપાસ્યા પછી અરજીની પુષ્ટિ કરવાની રહેશે. નોંધ કરો કે એકવાર અરજી કન્ફર્મ થઈ જાય પછી, એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો કરવામાં આવશે નહીં.
ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ તેની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
ઓનલાઈન અરજી કરવાની તારીખો: 07મી તારીખ ઓગસ્ટ 2023 થી 06મી સપ્ટેમ્બર 2023
અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે.
ઓનલાઇન અરજી કરવાની લિંકઃ
તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન અરજી કરો લિંકઃ | અહીં ક્લિક કરો |
સત્તાવાર ikhedut વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
આ પણ જુઓ –

Gujarat Police Bharti News 2023 : ગુજરાત પોલીસ ભરતી, ખાખીનો શોખ છે તો તૈયારીમાં લાગી જાઓ