Vidyasahayak : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિધાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી સંદર્ભે જિલ્લા પસંદગી અંગેની જાહેરાત
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિધાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોને જિલ્લા/નગર પસંદગી માટે બોલાવવા અંગેના કોલલેટર http://vsb.dpegujarat.in વેબસાઈટ ઉપર તા. ૧૭/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
ઉમેદવાર સામાન્ય ભરતીના કોલ લેટર માટે “ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના” વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તે મુજબનું મેરીટ ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઈન કોલલેટર મેળવવાનો રહેશે. અન્ય કોઈ રીતે કોલલેટર મોકલવામાં આવશે નહીં તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. મેરીટમાં આવતાં ઉમેદવારોને તા. ૨૦/૦૭/૨૦૨૩ થી તા. ૨૪/૦૭/૨૦૨૩ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.
કોલ લેટર 17-07-2023 થી ઉપલબ્ધ થશે અને ઉમેદવારોને 20-07-2023 થી 24-07-2023 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે.
સૂચના: | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ: | અહીં ક્લિક કરો |