જાણવા જેવું

anyror Gujarat   હવે જમીન ના રેકર્ડ મળશે ઘરે બેઠા.  જાણો સંપૂર્ણ વિગત  આગળની સ્લાઈડમાં

હવે તમારે જમીન ના રેકર્ડ માટે સરકાર્રી ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી. ગુજરત સરકારે ror Gujarat દ્વારા ઘરે બેઠા ઓનલાઈન જમીન ના રેકર્ડ જોવા અને ડાઉનલોડ કરવાની સેવા ચાલુ કરી છે.

હવે તમે ગમે ત્યાંથી તમારા જમીન ના ૭/૧૨ ઉતારા મોબાઈલમાં જોઈ શકો છો અને ડાઉનલોડ કરીને સરકારી ઉપયોગમાં પણ લઇ શકો છો.

1

જમીનના રેકર્ડ જોવા માટે સૌથી પહેલા તમારે https://anyror.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ "ડીજીટલ સાઈન્ડ ગામના નમુના" લિક ઉપર કલીક કરો.

2

ત્યાર બાદ લોગીન કરવા માટે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી "ઓટીપી" ના વિકલ્પ ઉપર કલીક કરો.આપેલ નબર ઉપર ઓટીપી આવશે તે એન્ટર કરી આગળ વધો.

3

ત્યારબાદ જિલ્લો, તાલુકો અને ગામનું નામ આપેલા લીસ્ટમાંથી પસંદ કરો. ત્યારબાદ ૭/૧૨,હક્ક પત્રક,ગામનો નમુનો જે જોવા અથવા ડાઉનલોડ કરવા માંગો છો તે લીસ્ટ માંથી પસંદ કરો.

4

ત્યારબાદ તમારો સર્વે નં અથવા ખાતા નં એન્ટર કરી સર્ચ કરો. ત્યારબાદ તમને નીચે એક PDF ડોક્યુમેન્ટ જોવા મળશે. તેનાઉપર કલીક કરી આગળ વધો.

5

તમારે જો ડીજીટલ સાઈન્ડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવું છે તો તે રેકર્ડ માટે તમારે રૂ.૫ ફી ભરવાની રહેશે, આ ફી આપ ફોન પે, ગુગલ પે, ભીમ એપ વગેરે UPI એપ્લીકેશન દ્વારા ભરી શકો છો.

6

ફીસ ભર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ડોક્યુમેન્ટ લીસ્ટમાં રેકર્ડની સામે ડાઉનલોડ નું બટન આવી જશે તેના ઉપર કલીક કરી તમારું રેકર્ડ ડાઉનલોડ કરો

8

આ ડીજીટલ સાઈન્ડ જમીન રેકર્ડનો તમે ગમે ત્યાં સરકારી કામમાં ઉપયોગમાં લઇ શકશો.

આ સ્ટેપ્સ નો ઉપયોગ કરીને આપ સરળતાથી આપના જમીનના રેકર્ડ જોઈ શકો છો, સાથે સાથે ડાઉનલોડ પણ કરી શકો છો. વધુ જાણવા જેવી માહિતી માટે  નીચેની લીંક પર કલીક કરો