જગદીપ ધનખર ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

NDA ઉમેદવાર શ્રી જગદીપ ધનખર ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે યુપીએના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા.

ચૂંટણીમાં જગદીપ ધનખરને 528 વોટ મળ્યા જ્યારે માર્ગારેટ આલ્વા(Margaret Alva)ને 182 વોટ મળ્યા.

જગદીપ ધનખર હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમનો જન્મ 18 મે, 1951ના રોજ રાજસ્થાનમાં થયો હતો.

તેઓ જનતા દળ તરફથી 1989 થી 1991 સુધી ઝુનઝુનુથી લોકસભા સાંસદ હતા. વધુમાં, 1993 થી 1998 સુધી તેમણે રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કિશનગઢનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

30 જુલાઈ, 2019 થી અત્યાર સુધી, તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા.

આવી બીજી સ્ટોરી જોવા માટે નીચેની લીંક પર કલીક કરો.