આજે આપણે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક વિશે જોઈશું. 

કારગિલ યુદ્ધ સ્મારક: અહીં પાકિસ્તાની સેનાના બંકરો પણ છે

સૌથી ઠંડા વિસ્તાર દ્રાસમાં બનેલ કારગિલ યુદ્ધ સ્મારક શહીદોને સમર્પિત છે. અહીં પાકિસ્તાની સેનાના બંકરો પણ છે, જેનો ઉપયોગ પાક સૈનિકો દ્વારા છૂપી રીતે હુમલો કરવા માટે કરવામાં આવતો હતો.

કાશ્મીરથી લેહ જવાના હાઈવે પરથી પસાર થતા લોકોને દૂર દૂરથી આ સ્મારકમાં ભારતના રાષ્ટ્રધ્વજનો લહેરાતો ત્રિરંગો આકર્ષે છે.

1999 અને 2000 ની વચ્ચે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા 500 થી વધુ ભારતીય સૈનિકોનેની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. 

ભારતીય સેના દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવા માટે શરૂ કરાયેલ 'ઓપરેશન વિજય'ની યાદમાં બનેલા કારગિલ યુદ્ધ સ્મારક સ્મારકને જોવા માટે દરરોજ 1000 થી 1500 મુલાકાતીઓ આવે છે.

ભારતના જુદા જુદા રાજ્યો માંથી આવતા અને કાશ્મીર અને લેહ જતા એડવેન્ચર બાઈકર્સ માટે તે ફેવરિટ સ્ટોપ પોઈન્ટ બની ગયું છે.

 મુખ્ય શ્રદ્ધાંજલિ સ્થળ પર તીવ્ર પવનમાં ઊંચો લહેરાતો ત્રિરંગો અને 24 કલાક પ્રગટતી અમર જ્યોતિ શહીદ સૈનિકોના સન્માનમાં જીવંત દ્રશ્ય સર્જતી જોવા મળે છે. 

જેમ જેમ આપણે સ્મારક દરવાજામાંથી પ્રવેશીએ છીએ, ત્યાં એવા નાયકોની પ્રતિમાઓ છે જેમણે દુશ્મન સૈનિકોને તેમની જમીન પરથી ભગાડવામાં બહાદુરી બતાવી હતી.

ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાતે આવતા મુલાકાતીઓને સૈનિકો કારગિલ યુદ્ધ સ્મારક વિશે સારી માહિતી પણ આપે છે.

કારગિલ યુદ્ધ સ્મારકમાં સુરક્ષાના કારણે ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફીની મંજૂરી નથી. યુદ્ધ સમયની પરિસ્થિતિ પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ અહીં બતાવવામાં આવે છે.

દ્રાસ એક એવો વિસ્તાર છે જ્યાં શિયાળામાં તાપમાન -35 ડિગ્રી સુધી હોય છે અને ક્યારેક તો તેનાથી પણ ઓછું પણ થાય છે.

આ કાશ્મીરને લદ્દાખ સાથે જોડતો વિસ્તાર છે. કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત એકવાર અવશ્ય લેવી જોઈએ. વધુ વેબ સ્ટોરી જોવા માટે નીચે લીંક પર કલીક કરો.