ગાંધીનગર : આ વાતો કદાચ તમે નહિ જાણતા હશો
ગાંધીનગર ગુજરાતનું પાટનગર અને રાજકારણનું કેન્દ્ર છે. આ શહેર ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે.
ગાંધીનગરની આસપાસનો 20,543 કિમી વિસ્તાર ગુજરાત કેપિટલ ટેરિટરી દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ રાખવા માટે નવી રાજધાનીનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું .
ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી.
ગાંધીનગર શહેરનું આયોજન બે ભારતીય ટાઉન પ્લાનર પ્રકાશ એમ આપ્ટે અને એચ.કે. મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું
ગાંધીનગર શહેર એક આયોજિત શહેર છે જે 30 સેક્ટર ધરાવે છે, દરેકની લંબાઈ અને પહોળાઈ 1 કિમી છે. દરેક સેક્ટરમાં શાળાઓ, દવાખાનું, શોપિંગ સેન્ટર આવેલા છે.
ગાંધીનગર શહેર એક આયોજિત શહેર છે જે 30 સેક્ટર ધરાવે છે, દરેકની લંબાઈ અને પહોળાઈ 1 કિમી છે. દરેક સેક્ટરમાં શાળાઓ, દવાખાનું, શોપિંગ સેન્ટર આવેલા છે.
મહાત્મા મંદિર,અક્ષર ધામ ,સરિતા ઉદ્યાનઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે.
ગાંધીનગરની નજીકમાં ઇન્ફોસિટી આવેલી છે, જ્યાં TCS, ઈન્ફોસીસ,Cybage જેવી ઘણી મોટી આઈ.ટી કંપનીઓ આવેલી છે.
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન (GNC) સેક્ટર 14 માં આવેલું છે. જયારે અક્ષરધામ ગાંધીનગર સેક્ટર-20માં આવેલું છે
ગાંધીનગર ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની પશ્ચિમ કમાન્ડ પોસ્ટની નજીક પણ આવેલું છે અને શહેરમાં કમાન્ડ સેન્ટર પણ છે.
ગાંધીનગર એ વારસો, ઈતિહાસ અને સંસ્કૃતિનું મિશ્રણ છે અને સૌથી સુમેળભર્યા શહેરોમાંનું એક છે જેની મુલાકાત કોઈપણ લઈ શકે છે.