તિરંગા યાત્રા દરમિયાન રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઘાયલ કર્યા
શનિવારે સવારે મહેસાણા જિલ્લાના કડીમાં બની ઘટના
Video Credit : twitter
ઘટનાનો વિડીયો આવ્યો સામે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 'હર ઘર તિરંગા' રેલી દરમિયાન રખડતી ગાયને કારણે તેમના ડાબા પગમાં મામૂલી ફ્રેક્ચર થયું હતું.
કડી શહેરના શાક માર્કેટમાંથી જયારે 'તિરંગા યાત્રા' નીકળી ત્યારે બની આ ઘટના.
યાત્રા દરમિયાન એકાએક આખલો આવી નીતિન પટેલને હડફેટે લેતા પગના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી.
ભૂતપૂર્વ પ્રધાનને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક્સ-રે અને સીટી સ્કેન કરાવવામાં આવ્યુ. તેમના ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને ડોકટરે ૨૫ દિવસ આરામની સલાહ.આપી.