WhatsApp પર +92, +84 અથવા +62 નંબરો પરથી કોલ આવે છે, તો તરત જ કરો આ કામ, તેને અવગણવું મુશ્કેલ થઈ શકે છે

WhatsApp : હજુ પણ ઘણા લોકોને વોટ્સએપ પર વિદેશી નંબરોથી કોલ આવી રહ્યા છે. જો તમે બેદરકારી દર્શાવતા આ કૉલ્સ અથવા સંદેશાઓનો જવાબ આપો છો, તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. થોડા સમય પહેલા પણ લોકોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી હતી કે તેમને વિદેશી નંબરો પરથી કોલ આવી રહ્યા છે.

આ પછી વ્હોટ્સએપે એક નિવેદન જારી કરીને યુઝર્સને આવા કોલને નજરઅંદાજ કરવા કહ્યું હતું. જો તમને પણ અજાણ્યા નંબર પરથી મેસેજ કે કોલ આવે છે તો આ વાતોનું ધ્યાન રાખો.

મોટાભાગના WhatsApp વપરાશકર્તાઓને મલેશિયા, કેન્યા, વિયેતનામ અને ઇથોપિયા જેવા દેશોમાંથી કોલ આવી રહ્યા છે. જો તમે નવું સિમ લીધું છે તો આ કોલ્સ વધુ આવી રહ્યા છે. હાલમાં, આ કૉલ્સનો હેતુ શું છે તે જાણી શકાયું નથી. વોટ્સએપે લોકોને અપીલ કરી છે કે જો તેઓને વિદેશી નંબરો પરથી કોલ આવે છે, તો તેઓ તરત જ બ્લોક કરી દે અને તેની જાણ કરી દે જેથી કંપની આવા નંબરોને પ્લેટફોર્મ પરથી હટાવી શકે.

આ સાથે, કંપનીએ કહ્યું કે તે AI દ્વારા એવા નંબરો ઓળખવા પર કામ કરી રહી છે જેનાથી લોકોને કોલ આવી રહ્યા છે જેથી કરીને તેમને બ્લોક કરી શકાય. કંપનીએ જણાવ્યું કે તેણે મે મહિનામાં પ્લેટફોર્મ પરથી 65 લાખથી વધુ એકાઉન્ટ હટાવી દીધા છે જેથી યુઝર્સની સુરક્ષા જળવાઈ રહે.

WhatsApp વિદેશી નંબરો તરત જ બ્લોક કરો 

જો તમને ક્યારેય કોઈ વિદેશી નંબર પરથી કોઈ સંદેશ અથવા કૉલ મળે, તો તેને તરત જ બ્લોક કરો અને તેની જાણ કરો. બ્લોક કરવા માટે, તે નંબરના ચેટ વિભાગમાં જાઓ અને ઉપર બતાવેલ ત્રણ ડોટ વિકલ્પ પર ક્લિક કરીને બ્લોક વિકલ્પ પસંદ કરો. 

જો તમે ઇચ્છો તો સેટિંગ્સની અંદર જઇને પણ આ કામ કરી શકો છો. આ સિવાય તમે એપમાં અજાણ્યા નંબર માટે બીજું સેટિંગ ઓન કરી શકો છો. આ સેટિંગ ઓન કરતાની સાથે જ અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ આપમેળે સાઈલન્ટ થઈ જશે અને તમારે બિનજરૂરી કૉલ્સ એટેન્ડ કરવાની જરૂર નહીં પડે. 

આ પણ જુઓ :

Hello-Image

GSRTC – હવે બસની મુસાફરી બનશે મોંઘી, 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો

વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply